કચ્છમાં મદરેસા તોડવાની ઘટના પર પાકિસ્તાની રેડિયોએ ઓક્યું ઝેર

Wednesday 25th January 2023 05:22 EST
 
 

ભુજ: કચ્છના સરહદી વિસ્તારોમાં હાલ તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશના ભાગરૂપે ધ્રોબાણા સહિતનાં ગામોમાં દબાણરૂપી મદરેસા દૂર કરાતાં વિવાદ શરૂ થયો છે. મદરેસાના મૌલવીએ વીડિયો વાઇરલ કરતાં આ મુદ્દે પાકિસ્તાને ઝેર ઓકવા માંડ્યું છે. રેડિયો પાકિસ્તાને આ સમાચારને ધાર્મિક રૂપ આપી ગુજરાતમાં ભાજપની સરકારને ટાર્ગેટ કરી છે.
રેડિયો પાકિસ્તાને 17/1ના રોજ સમાચારો પ્રસારિત કર્યા. જેમાં કચ્છમાં છ મદરેસા તોડી પાડવામાં આવ્યા હોવાની વાત જણાવી કહેવાયું કે, ‘ગુજરાતમાં ભાજપ સરકારે કચ્છ સહિતના અન્ય વિસ્તારમાં મુસ્લિમોના અન્ય માળખા ઉપરાંત છ મદ્રેસારો તોડી પાડ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર નવેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન શરૂ કરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશને પૂર્ણ કરવા માટે મદરેસા તોડી પાડવા માટે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનો સ્થાનિક સ્તરે વિરોધ પણ કરવામાં આવ્યો હતો.'
ઠંડીમાં બાળકોનો વીડિયો શેર કર્યો હતો
આમ તો હાલ સોશિયલ મીડિયાના યુગમાં પરવારમાં બનાવ અને વીડિયો દુનિયાના ખુણે ખુણે પહોંચી જાય છે. કચ્છની આ ઘટના આમ તો માધ્યમોમાં પણ આવી ગઇ હતી. વળી મદ્રેસાના મૌલવીએ બાળકોને ઠંડીમાં બેસીને અભ્યાસ કરતો વીડિયો વાયરલ કર્યો હતો.


comments powered by Disqus