કબૂતરબાજી અને ભ્રષ્ટાચારના આરોપની તપાસ કરવા દિલ્હી હાઇકમાન્ડથી આદેશ

Wednesday 25th January 2023 05:14 EST
 
 

ગાંધીનગરઃ કરોડો રૂપિયાના કબૂતરબાજીના કૌભાંડમાં પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દેવાયા પછી ભાજપના નેતાઓ તથા કાર્યકરોની પણ સાંઠગાંઠ બહાર આવતા હવે સમગ્ર મામલો પ્રધાનમંત્રીના કાર્યાલય સુધી પહોંચ્યો છે. ભાજપના હાઇકમાન્ડમાંથી સમગ્ર ઘટનાની સંપૂર્ણ માહિતી માંગવામાં આવી છેે.
કબૂતરબાજીના તાર કમલમ સુધી હોવાના મીડિયા રિપોર્ટ બાદ પીએમઓએ ડિટેઇલ રિપોર્ટ મગાવ્યો છે. રાજ્યમાં 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે આવી પ્રવૃતિના કારણે સ૨કા૨ તથા સંગઠનની છબી ખરડાય તેવી ભીતિ રહેલી છે. તપાસના અંતે નજીકના ભવિષ્યમાં મોટો રાજકીય ધડાકો થાય તેવી સંભાવના જોવામાં આવે છે. ભાજપ પ્રદેશના આઇટી સેલ તથા સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના કેટલાક કાર્યકર પણ નકલી વિઝા કૌભાંડના માફિયા સાથે સંકળાયેલા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
આરોપીનો તોડ કરનારા પીઆઇ સસ્પેન્ડ
કબૂતરબાજી કૌભાંડના આરોપી બોબી સાથે સાઠગાંઠ ધરાવતા સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઇ જવાહર દહિયાને સસ્પેન્ડ કરાયા છે. બોબી વિરુદ્ધ ક્રાઇમબ્રાન્ચ અને સોલામાં 2 ફરિયાદ થઈ હતી. જે બંને ફરિયાદની તપાસમાં બોબીને મદદરૂપ થવા માટે જવાહર દહિયાએ રૂ. 30 કરોડ લીધા હતા. આ પૈસાનો હિસ્સો કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પણ પહોંચ્યો હતો.


comments powered by Disqus