થરાદમાં ધારાસભ્ય શંકર ચૌધરીનાં આકરાં વેણ

Wednesday 25th January 2023 05:44 EST
 
 

પાલનપુરઃ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી ફરી તેમનાં આકરાં વેણના કારણે ચર્ચામાં આવ્યા છે. શંકર ચૌધરીના આકરા તેવરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ચૌધરી જાહેર મંચ પરથી કહી રહ્યા છે કે 'કોઈએ ભૂલથી પણ અખતરો કરવો નહીં, માખી કરડે તો તેનું પરિણામ આખા મધપુડાને ભોગવવું પડશે. હું ધ્યાન પણ રાખીશ અને હિસાબ પણ રાખીશ.' શંકર ચૌધરીનો વીડિયો થરાદના દૂધવાનો છે, જ્યાં તેમણે જાહેર મંચ પરથી અસામાજિક તત્ત્વો અને માથાભારે આગેવાનોને સંબોધીને આકરું વલણ અપનાવ્યું હતું.


comments powered by Disqus