દિગ્વિજયે સર્જિકલ સ્ટ્રાઈકમાં આતંકીના મોતના પુરાવા માગ્યા

Wednesday 25th January 2023 06:23 EST
 
 

જમ્મુ: રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા સોમવારે જમ્મુ પહોંચી હતી. યાત્રામાં સામેલ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ફરીથી સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ કર્યા છે. તેમણે કહ્યું કે સ્ટ્રાઇકમાં માર્યા ગયેલા આતંકીઓના મોતના પુરાવા નથી અપાયા. રિપોર્ટ સંસદમાં ઉપલબ્ધ નથી. કેન્દ્ર સરકાર દ્વારા પાક. એર સ્ટ્રાઇક અંગે જુઠ્ઠાણાં ફેલાવ્યાં છે. પુલવામા હુમલામાં CRPFના 40 જવાન શહીદ થયા. સીઆરપીએફ અધિકારીઓએ પીએમ મોદીને અનુરોધ કર્યો હતો કે જવાનોને એરલિફ્ટ કરવા જોઇએ પણ મોદી સહમત નહોતા થયા. ઉલ્લેખનીય છે કે 2019માં પુલવામા હુમલાના 10 દિવસ બાદ ભારતીય જવાનોએ પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી.


comments powered by Disqus