ન્યૂઝીલેન્ડના દરિયામાં ડૂબતાં અમદાવાદના બે યુવકનાં મોત

Wednesday 25th January 2023 05:08 EST
 
 

અમદાવાદઃ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેર નજીકના પિહા બીચ ઉપર દરિયાના ઊંડા પાણીમાં ડૂબી જવાથી અમદાવાદના બે યુવકના મૃત્યુ નિપજ્યાં છે. ઓકલેન્ડમાં રૂમ પાર્ટનર તરીકે રહેતાં અંશુલ શાહ અને સૌરિન પટેલ નામના બે મિત્રો શનિવારે વિકેન્ડમાં 40 કિ.મી. દૂર પિહા બીચ પર ગયા હતા. સહેલાણીઓમાં સી-સર્ફિંગ માટે સોહામણા પિહા બીચના ઊંડા પાણીમાં બંને ગરકાવ થઈ જતાં બંનેનાં મોત થયાં હતાં.
અમદાવાદના અંશુલ શાહ (31) ગેસ સ્ટેશન ઉપર કેશિયર તરીકે તેમજ સૌરીન નયનભાઈ પટેલ (28) ઈલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે વર્ક પરમિટ વિઝા પર વર્ષ 2022માં ન્યૂઝીલેન્ડ ગયા હતા. સૌરીન ઓગસ્ટમાં અને અંશુલ નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ આવ્યો હતો.
દુર્ઘટના સમયે અંશુલનાં પત્ની પણ પિહા બીચ પર હતાં તેવી વિગતો વેલિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસે જાહેર કરી છે. સ્થાનિક સત્તાધિશોએ જાહેર કરેલી વિગતો મુજબ બંને યુવકો સર્ફિંગ માટે સલામત વિસ્તારથી દૂર દરિયામાં નહાવા પડ્યં તે બાબત ધ્યાને આવતાં ટીમે નજર રાખી હતી તે દરમિયાન એક યુવક ચિંતાજનક સ્થિતિમાં જણાતાં ટીમ મદદે દોડી હતી.


comments powered by Disqus