પાલનપુર: બનાસકાંઠામાં કોરોનાથી બે યુવાનના મોત નિપજ્યાં હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી 169 નાં મોત નીપજ્યાં છે. થરાદના તખુઆમાં 18 વર્ષીય યુવાનનો ત્રણ દિવસમાં અને ધાનેરાના બાપલાના 25 વર્ષીય યુવાનનો રિપોર્ટ આવ્યાના પાંચ જ દિવસમાં મોત થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. સરકારી પોર્ટલ પર બંનેના મોતની પૃષ્ટિ કરાઈ હતી. ઉપરાંત જિલ્લામાં વધુ 2 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા જેમાં એક ધાનેરાનો અને એક લાખણીની વ્યક્તિનો સમાવેશ થાય છે. જિલ્લા આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતક દર્દીઓની મેડિકલ હિસ્ટ્રીની તપાસમાં 25 વર્ષીય વિનેશ સોલંકી બે વર્ષથી શ્વાસની તકલીફ હતી, જ્યારે 18 વર્ષીય મહેશ માજીરાણા 4 જાન્યુઆરીથી બીમાર હતો. 15 જાન્યુઆરીએ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

