પટનાઃ રામચરિત માનસ પર બિહારના મંત્રીની આપત્તિજનક ટિપ્પણી બાદ હવે સમાજવાદી પાર્ટીના નેતા સ્વામીપ્રસાદ મૌર્યે વિવાદિત નિવેદન આપી મામલો વધુ ગરમ કર્યો છે. સપાના નેતાએ કહ્યું કે ‘રામચરિતમાનસમાં દલિતો અને મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું છે. તુલસીદાસે ગ્રંથને પોતાની ખુશી માટે લખ્યું હતું. કરોડો લોકો તેને વાંચતા નથી.’ આ ગ્રંથને બકવાસ કહેતાં સ્વામીપ્રસાદ મૌર્યએ સરકારને આ ગ્રંથ પર પ્રતિબંધ મૂકવાનું સૂચન આપ્યું હતું.
સ્વામી પ્રસાદ મૌર્યે ગ્રંથને બકવાસ કહ્યો
સપાના નેતાએ માનસના એક અંશને ટાંકીને કહ્યું કે, ‘બ્રાહ્મણ ભલે દુરાચારી, અભણ હોય પરંતુ તે એક બ્રાહ્મણ હોવાથી તેને પૂજનીય કહેવાયો છે, પરંતુ શુદ્ર કેટલોય જ્ઞાની હોય તેનું સન્માન ન કરો.’ મૌર્યએ પ્રશ્ન ઊઠાવ્યો કે શું આ જ ધર્મ છે? જે ધર્મ આપણો સત્યાનાશ ઇચ્છે છે તેનો સત્યનાશ હો.’
વિશ્વ હિન્દુ પરિષદ સપાના નેતા પર ભડકી
સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યના રામચરિત માનસ પર પ્રતિબંધ લગાવવાની અને ગ્રંથને બકવાસ કહેનારી વાત પર વિશ્વ હિન્દુ પરિષદ ભડકી ઊઠી છે. VHPના પ્રભારી શરદ શર્માએ કહ્યું કે, હિન્દુ ધર્મગ્રંથ શ્રીરામચરિતમાનસ પર પૂર્વમંત્રી સપા નેતા સ્વામીપ્રસાદ મૌર્ય જેવા અજ્ઞાની પ્રતિબંધો લગાવવાની પાયાવિહોણી વાતો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ‘સત્તા ન મળવાના કારણે તેમને પાગલપનની આંચકી આવી રહી છે.

