સાવરકુંડલાઃ શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે ભારે ગરમીનું ફળ ગણાતી કેરીની આવક સાવ૨કુંડલા યાર્ડમાં થતા અચરજ ફેલાયું હતુ. ૧૭ કિલો જેટલી કેસર કેરી આવતા વેપારીઓ જોવા માટે ઉમટી પડ્યા હતા.
યાર્ડના વેપારી ઈમ્તિયાઝભાઈ દલ ૧૭ ક્લિો કેરી વેચાણ માટે આવી હતી. કેસર કેરીના બોક્સની હરાજી કિલો લેખે રૂ. ૭૦૦માં થઇ હતી. સામાન્ય રીતે મે મહિનાથી કેસર કેરીની સીઝન હોય છે ત્યારે શિયાળામાં કેરી વેચાણ માટે આવતા અનેક લોકો કેરી નિહાળવા ઉમટી પડ્યા હતા.
ઈમ્તિયાઝભાઇએ જણાવ્યું કે સામાન્ય રીતે શિયાળામાં કેરી પાકતી નથી પરંતુ ક્લાયમેટ ઋતુમાં કેસર કેરી આવતા ચેન્જને લીધે કેરીનું આવરણ થયું લોકોમાં કુતુહલ સર્જાયું હતું.

