નવીદિલ્હીઃ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે, સાંસ્કૃતિક મંત્રાલયમાં રામસેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, મોટા જહાજોની અવરજવર સુગમ અને સુરક્ષિત કરવા શરૂ કરાયેલી સેતુસમુદ્રમ પરિયોજનાથી રામસેતુને કોઇ નુકસાન નહીં થાય. ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ અરજી દાખલ કરી હતી. કેન્દ્રએ ગયાવર્ષે ડિસેમ્બરમાં આ અંગે એફિડેવિટ દાખલ કરી હતી.

