અમદાવાદઃ માધવપુરા મર્કેન્ટાઇલ કો-ઓ. બેન્કના રૂ. 1,030 કરોડના કૌભાંડમાં સંડોવાયેલા મેનેજિંગ ડિરેક્ટર દેવેન્દ્ર પંડ્યાને અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે મુંબઈથી ઝડપી પાડયા છે. 85 વર્ષીય દેવેન્દ્ર પંડ્યા જામીન પર મુકત થયા બાદ દસ વર્ષથી ફરાર હતા. તાજેતરમાં ક્રાઇમબ્રાન્ચ દ્વારા દેવેન્દ્ર પંડ્યાને પકડવા માટે રૂ. 25 હજારનું ઈનામ જાહેર કરાયું હતું. દેવેન્દ્ર પંડ્યા સામે 50થી વધુ ગુના નોંધાયેલા છે.
માધવપુરા કો-ઓ. બેંક વર્ષ 2001માં કેતન પારેખના લીધે ઊભી થઈ ગઈ હતી, જેમાં લાખો રોકાણકારોના રૂ. 1,030 કરોડથી વધુ નાણાં ડૂબ્યાં હતાં. જેની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી.

