વડોદરાની 90 બાલવાડીમાં થ્રીડી વર્ચ્યુઅલ અભ્યાસ થશે

Wednesday 25th January 2023 06:04 EST
 
 

વડોદરાઃ ગુજરાતમાં સૌપ્રથમ વડોદરાની સરકારી બાલવાડીમાં બાળકો 3-ડી ટેક્નોલોજીથી અભ્યાસ કરશે. શિક્ષણ સમિતિની 90 બાલવાડીઓમાં બાળકો ઓગમેન્ટેડ રિયાલિટી આધારિત થ્રી-ડી વર્ચ્યુઅલ રિયાલિટીથી પ્રાણીઓ, સૂર્યમંડળના ગ્રહો, વાહનો, નંબર નિહાળી અભ્યાસ કરશે. જેનું 27 જાન્યુઆરીએ બાળમેળા દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદઘાટન કરશે.
વડોદરા જિલ્લાની 1409 આંગણવાડીમાં પણ ટૂંક સમયમાં પ્રોજેક્ટ અમલમાં મુકાશે. જે બાદ તમામ પાલિકા સંચાલિત બાળવાડીઓમાં સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ બાળકો માટે ઓગમેન્ટેડ રિયાલિટી આધારિત થ્રીડી વર્ચ્યુઅલ એજ્યુકેશનના માધ્યમથી અભ્યાસ શરૂ થશે.


comments powered by Disqus