સુરતના એક જ્વેલર્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોનાની મૂર્તિ બનાવી છે. સતત ૩ મહિનાની 25 કર્મચારીઓની મહેનત બાદ 18 કેરેટ સોનામાંથી મોદીની પ્રતિમા તૈયારી થઈ છે. ગુજરાતમાં ભાજપે 156 બેઠકો જીતી હોવાથી 156 ગ્રામ સોનામાંથી આ મૂર્તિ તૈયાર કરાઇ છે. આ મૂર્તિની કિંમત અંદાજે 15 લાખ રૂપિયા છે. સુરત શહેર જ્વેલરી મેન્યુફેક્ચરિંગ હબ હોવાના કારણે જ્વેલરી પ્રોડક્ટ આકર્ષણનું કેન્દ્ર બને છે.

