અયોધ્યામાં કૃષ્ણશિલાથી બનશે શ્રીરામની 5 ફૂટની પ્રતિમા

Wednesday 26th April 2023 07:11 EDT
 
 

અયોધ્યાઃ અયોધ્યામાં બની રહેલા રામમંદિરમાં પ્રભુ શ્રીરામની પ્રતિમા શ્યામશિલામાંથી બનાવાશે. મૈસૂરના પ્રતિષ્ઠિત મૂર્તિકાર અરુણ યોગીરાજ મૂર્તિ તૈયાર કરશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય વિશ્વતીર્થ પ્રપન્નાચાર્યે બુધવારે કહ્યું કે, ‘મૂર્તિનું સ્વરૂપ નક્કી કરવા માટે ટ્રસ્ટની બે દિવસીય બેઠક મળી હતી. બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે 5 ફૂટ ઊંચી મૂર્તિમાં રઘુનંદનને 5 વર્ષના બાળક સ્વરૂપે દર્શાવાશે. ઊભી મુદ્રામાં ભગવાનના ડાબા ખભે ધનુષ હશે.’
તેમણે વધુમાં કહ્યું કે, કર્ણાટકના કરકર અને હેગે દેવેન કોટે ગામોમાંથી અયોધ્યા લવાયેલા પથ્થરને મૂર્તિનો ઓપ અપાશે.


comments powered by Disqus