ગોધરા ફાઇલ્સની શરૂઆત ટ્રેન સળગી ત્યાંથી કરીશઃ અગ્નિહોત્રી

Wednesday 26th April 2023 06:47 EDT
 
 

વડોદરાઃ ભારતીય ફિલ્મ ઉદ્યોગના જાણીતા ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ શહેરની મુલાકાત લીધી હતી. તેમણે એક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગવર્નમેન્ટ આવતી જતી રહે છે, પણ સિસ્ટમ નથી બદલાતી. ગોધરા ફાઇલ્સ પર પણ ફિલ્મ બનાવીશ પણ શરૂઆત ટ્રેન સળગી ત્યાંથી કરીશ. પારૂલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન દ્વારા આયોજિત વડોદરા ફિલ્મ એન્ડ ડિઝાઇન ફેસ્ટિવલમાં વિવેક અગ્નિહોત્રીએ જણાવ્યું કે, કાશ્મીર ફાઇલ્સ પછી જે વિરોધ થયો ત્યારે ખબર પડી કે આનાથી તો કેટલાય લોકોની દુકાનો ચાલતી હતી. કાશ્મીર ફાઇલ્સની ચર્ચા દુનિયાભરમાં થઈ છે.


comments powered by Disqus