રાજપીપળામાં ગરુડેશ્વરના ગોરા ખાતે મા નર્મદા કિનારે આવેલા શુળપાણેશ્વર મહાદેવના મંદિરે ત્રિદિવસિય ચેત્રી અમાસનો મેળો યોજાયો. આ મેળામાં દર્શન તેમજ ચૈત્રી અમાસે નર્મદા સ્નાનનું અનેરું મહત્ત્વ હોઈ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઊમટ્યા હતા. શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે વહીવટીતંત્ર અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી તંત્રએ સુવિધા ઊભી કરી હતી.

