બુલેટટ્રેન માટે નડિયાદ સ્ટેશનનો પહેલો માળ તૈયાર

Wednesday 26th April 2023 06:55 EDT
 
 

નડિયાદઃ અમદાવાદ-મુંબઈ વચ્ચેના 508 કિલોમીટર લાંબા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે આણંદ-નડિયાદ સ્ટેશને ગ્રાઉન્ડ પછી પહેલો માળ તૈયાર કરી દેવાયો છે. 425 મીટર લાંબા અને 34 મીટર પહોળા પહેલા માળના કોન્કોર્સ એરિયામાં પેસેન્જર માટે વેઇટિંગ રૂમ, બિઝનેસ લાઉન્જ, રેસ્ટ રૂમ, સ્ટોલ, ટિકિટ કાઉન્ટર અને કસ્ટમર કેર સેન્ટર શરૂ કરાશે. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનના અધિકારીએ માહિતી આપી કે, આ સ્ટેશન પર બીજા માળે બુલેટ ટ્રેનના સંચાલન માટે બે પ્લેટફોર્મ હશે, જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગ રહેશે. આ સ્ટેશને આવવા માટે રોડ અને રેલવે સ્ટેશનની સુવિધા પણ નજીકમાં જ છે.


comments powered by Disqus