ઉનાઃ ગીરગઢડાના જામવાળાની બાબરિયા રેન્જના ગીર જંગલ નજીક ધુબક વિસ્તારના આંબાવાડીમાં મૃત મરઘીનું પ્રલોભન આપી થતા લાયન શોનો ઘટસ્ફોટ થયો છે. આ લાયન શો કરનારા બાબરિયા રેન્જના ફરાર બે આરોપીને મુદ્દામાલ સાથે વન વિભાગે ઝડપ્યા હતા, જેને કોર્ટે 4 દિવસના રિમાન્ડ આપ્યા છે. આ શખ્સોનો મરઘીનું પ્રલોભન આપી સિંહને બોલાવાતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

