વિશ્વનું સૌથી મોટું અને મોંઘું શ્રીયંત્ર હવે અંબાજીમાં

Wednesday 26th April 2023 06:30 EDT
 
 

અંબાજીઃ આદ્યશક્તિ મા અંબાના ધામ અંબાજી ખાતે આવનારા સમયમાં વિશ્વનું સૌથી મોટું અને મોંઘું શ્રીયંત્ર સ્થાપિત થવા જઈ રહ્યું છે, જેનું નિર્માણકાર્ય જય ભોલે ગ્રૂપ અમદાવાદના દીપેશ પટેલ દ્વારા કરાઈ રહ્યું છે. શ્રીયંત્રનું નિર્માણ નિર્વિઘ્ને પૂર્ણ થાય એ માટે જય ભોલે ગ્રૂપના સભ્યો શ્રીયંત્રની 32 કિલોની પ્રતિકૃતિ સાથે અંબાજીથી 1200 કિ.મી.ની ચારધામની યાત્રાએ નીકળ્યા છે. આ મેરુ શ્રીયંત્ર 2200 કિલો પંચધાતુમાંથી બનાવવામાં આવશે, જે સાડા ચાર ફૂટ ઊંચું પિરામિડ આકારનું બનાવાશે. જેને બનાવવાનો અંદાજિત ખર્ચ રૂ. 1 કરોડ થશે. આ શ્રીયંત્રના નિર્માણકાર્યમાં 25 જેટલા કારીગર દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. હાલમાં વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર ઉત્તરાખંડના ડોલાશ્રમમાં સ્થાપિત છે, જે સાડા ત્રણ ફૂટનું છે. અંબાજી માટે બનનારું શ્રીયંત્ર સોનું, ચાંદી, તાંબું, પિત્તળ અને લોખંડમાંથી તૈયાર થશે
શ્રી યંત્રના પ્રકાર અને તેનું મહત્ત્વ
શ્રીયંત્ર મેરુ, ભૂપૃષ્ઠ અને કૂર્મપૃષ્ઠ પ્રકારનાં હોય છે. જેમાં સૌથી શ્રેષ્ઠ પિરામિડ આકારનો મેરુ શ્રીયંત્ર છે, જ્યારે ભૂપૃષ્ઠ યંત્ર જમીનને અડેલું અને કૂર્મપૃષ્ઠ કાચબાની પીઠ જેવું ઊપસેલું હોય છે.


comments powered by Disqus