સુરતઃ ભેસ્તાન વિસ્તાર ફરી એકવાર અસામાજિક તત્ત્વોની ગુંડાગીરીનો સાક્ષી બન્યો છે. ભેસ્તાનની પ્રિયંકા ગ્રીનપાર્ક સોસાયટી પાસે બે યુવાન પર ધંધાકીય અદાવતમાં ચાર અસામાજિક તત્ત્વોએ ચાકુ અને અન્ય હથિયારોથી ગીચ વિસ્તારમાં હુમલો કરી દીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બંને યુવાનો ગંભીરપણે ઇજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ચારેય આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

