મહિસાગર જિલ્લાને હરિયાળું બનાવવા કવાયત

Wednesday 26th July 2023 06:04 EDT
 
 

લુણાવાડાઃ પર્યાવરણના જતન માટે પોતાનું યોગદાન આપવા મહિસાગર ફોરેસ્ટ વિભાગ ખાસ કરીને લુણાવાડા સામાજિક વનીકરણ રેન્જ દ્વારા એક અનોખો અને સરાહનીય પ્રયત્ન કરવામાં આવ્યો છે. લુણાવાડામાં ચોમાસામાં હરિયાળી ક્રાંતિ લાવવા વનવિભાગે 1,54,844 રોપાનું વાવેતર કર્યું છે. વનવિભાગ દ્વારા ચોમાસું શરૂ થતાં આ વિસ્તારનાં વેરાન જંગલોને લીલાછમ બનાવવા આયોજન કરાયું છે.
સમગ્ર રાજ્યમાં તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત જિલ્લામાં અનેક પ્રકારનાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. સરકારના નવીન અભિગમ વૃક્ષખેતી તરફ પ્રેરિત કરીને ખેડૂતો વધુમાં વધુ વૃક્ષો વાવે તે બાબતે સરકાર દ્વારા વન વિભાગના તમામ સ્ટાફને ઘનિષ્ઠ વનીકરણ કરાવવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


comments powered by Disqus