ગુરુવારે ધોરણ-10નું પરિણામ જાહેર થયું હતું. રાજ્યભરમાં 64.62 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા, પરંતુ વડોદરાની યેશા મકવાણા માટે આ પરીક્ષાની સફળતાનો આનંદ અનેરો હતો. પ્રજ્ઞાચક્ષુ યેશાએ કોમ્પ્યુટર ટાઇપિંગથી પરીક્ષા આપી હતી. યેશા 85 ટકા સાથે પાસ થઈ છે. સફળતાનો શ્રેય પોતાના ગુરુને આપનારી યેશાની ઇચ્છા આઇએએસ અધિકારી બનવાની છે. યેશા બોર્ડની પરીક્ષા અગાઉનો એક મહિનો દરરોજ એક વિષયનું પેપર આપતી હતી. આ માટે તેણે કોમ્પ્યુટરની તાલીમ મેળવી હતી.

