આઝાદી બાદની પ્રથમ બસને ફૂલહાર

Wednesday 31st May 2023 06:33 EDT
 
 

ડાંગના જવતાળ ગામમાં આઝાદી પછી પહેલીવાર એસ.ટી. બસસેવા પહોંચતાં લોકોએ બસ તથા ચાલકનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. ગત દિવસોમાં રાજ્યભરમાં યોજાયેલા સ્વાગત સપ્તાહમાં સ્થાનિક લોકોએ બસ માટે રજૂઆત કરી હતી એ પછી તેમને આ સેવા મળી છે. 500 ઘર ધરાવતા ગામમાં 13 મેથી બસસેવાનો આરંભ થયો છે. બસ પ્રથમ દિવસે જવતાળ પહોંચતાં લોકો ભાવવિભોર બની ગયા હતા.


comments powered by Disqus