નવી દિલ્હીઃ બિહારમાં ગઠબંધનની સરકારમાં સામેલ અને લાલુપ્રસાદ યાદવના પક્ષ આરજેડીએ નવા સંસદ ભવનને કોફિન સાથે સરખાવતું ટ્વીટ કરતાં વિવાદ સર્જાયો છે. આરજેડીએ ટ્વીટર પર બે તસવીર શેર કરી છે, જેમાં એક બાજુ નવા સંસદ ભવનનો એરિયલ વ્યૂ છે, જ્યારે બીજી બાજુ એક તસવીર કોફિનની શેર કરીને સવાલ કર્યો છે કે આ શું છે? આરજેડીએ દાવો કર્યો છે કે નવી સંસદનો આકાર કોફિન જેવો છે. શેહઝાદ પૂનાવાલાએ કહ્યું હતું કે, આ કથનથી આરજેડીના રાજકારણના કોફિન ઉપરનો અંતિમ ખીલો ખોડાઈ ગયો છે.

