ઇસરોએ સેટેલાઇટ એનવીએસ-1 કર્યું લોન્ચઃ નેવિગેશન સિસ્ટમ બનશે સુદૃઢ

ચંદ્રયાન-3 જુલાઈમાં લોન્ચ કરવામાં આવશેઃ એસ. સોમનાથ

Wednesday 31st May 2023 07:09 EDT
 
 

શ્રીહરિકોટાઃ ભારતે અંતરીક્ષ ક્ષેત્રે 29 મેએ વધુ એક હરણફાળ ભરી છે. ઇસરોના વૈજ્ઞાનિકો દ્વારા સોમવારે જિઓ સ્ટેશનરી સેટેલાઇટ લોન્ચ વ્હીકર – GSLV દ્વારા નેવિગેશન સેટેલાઇટ NVS-01લોન્ચ કર્યો છે. NVS-01 દ્વારા દેશની પ્રાદેશિક નેવિગેશન સિસ્ટમ વધુ સુદૃઢ બનશે અને સચોટ-રિયલ ટાઇમ નેવિગેશન સિસ્ટમ ઊભી થશે.
આ સેકન્ડ જનરેશન નેવિગેશન સેટેલાઇટ સિરીઝને એક મહત્ત્વપૂર્ણ લોન્ચ માનવામાં આવે છે, કારણ કે તે NAVIC (ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ જેમ કે GPS) સેવાના સાતત્યને સુનિશ્ચિત કરશે અને લગભગ 1,500 કિ.મી.ના વિસ્તારમાં વાસ્તવિક સમયની સ્થિતિ અને માહિતી પ્રદાન કરશે. ભારત અને મુખ્ય ભૂમિની આસપાસ સમયસર સેવા પ્રદાન કરશે. ISROએ કહ્યું કે, નેવિગેટરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે સિગ્નલની મદદથી 20 મીટરની ત્રિજ્યામાં યુઝરની સ્થિતિ અને 50 નેનો સેકન્ડના અંતરાલમાં સમય વિશે સચોટ માહિતી મેળવી શકાય છે.
ચંદ્રયાન-3ના લોન્ચિંગ અંગે ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના વડા એસ. સોમનાથે જણાવ્યું કે, ચંદ્રયાન-3 આ વર્ષે જુલાઈમાં લોન્ચ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, અંતરીક્ષ ક્ષેત્રે આ ભારતની બીજી મોટી સફળતા હશે.


comments powered by Disqus