ભુજઃ કચ્છની દરિયાઈ પટ્ટી પરથી બિનવારસી માદક પદાર્થ મળવાનો સિલસિલો અવિરત ચાલુ રહ્યો છે. જેમાં રવિવારે બીએસએફને ખિદરત ટાપુ પરથી ચરસનાં 4 પેકેટ તેમજ લુણા બેટ પરથી એક પેકેટ એમ્ફેટામાઇનનું મળી આવ્યું હતું. આમ કુલ પાંચ પેકેટ મળી આવ્યાં હતાં.
તાજેતરમાં બીએસએફના બેટ વિસ્તારમાં હાથ ધરેલા પેટ્રોલિંગમાં બે દિવસમાં માદક પદાર્થનાં બે પેકેટ મળ્યાં હતાં. આમ બિનવારસી માદક પદાર્થ મળવાનો સિલસિલો યથાવત્ છે.

