કચ્છના નાના રણમાં મીઠાના વેસ્ટમાંથી એમઓપી ખાતર બનાવાશે

Wednesday 31st May 2023 05:58 EDT
 
 

સુરેન્દ્રનગરઃ દેશના કુલ મીઠા ઉત્પાદનનું 70 ટકા મીઠું ગુજરાતમાં પાકે છે. હવે ખારાઘોડા રણમાં મીઠાના વેસ્ટ પાણીમાંથી ખાતર બનાવવાની પરિકલ્પના સાકાર થશે. આગામી દિવસોમાં ભારત સરકારના નેશનલ ફર્ટિલાઇઝર લિ. દ્વારા ખારાઘોડામાં કરોડો રૂપિયાના ખર્ચે એમઓપી ખાતર યુનિટ શરૂ કરાશે. જે અંતર્ગત ભાવનગર સેન્ટ્રલ સોલ્ટને પ્રારંભિક ધોરણે ખારાઘોડા રણમાં 50 ટન પોટાશ ઉત્પન્ન કરવાનો ઓર્ડર પણ આપી દેવાયો છે.
મીઠાના વેસ્ટ પાણીમાંથી આ રીતે ખાતર બનશે
રણની જમીનમાંથી નીકળેલા પાણીમાંથી મીઠું પાકી ગયા બાદ વધારાનું વેસ્ટ પાણી બીજા ક્યારામાં નાખી તેને પૂરતું સૂકવી નખાશે. ત્યારબાદ હીટ આપવાની સાથે વિવિધ પ્રોસેસમાંથી પસાર થયા બાદ એમાંથી પોટાશ બનાવવામાં આવશે, જે એમઓપી ખાતર બનાવવા માટે ખૂબ ઉપયોગી છે.


comments powered by Disqus