દ્વારકાના જલારામ મંદિરે વીરબાઈમાં આદર્શ લગ્નોત્સવની ઉજવણી

Wednesday 31st May 2023 05:59 EDT
 
 

દ્વારકાઃ મોંઘવારીના સમયમાં સંતાનોનાં લગ્ન માતા-પિતા માટે ચિંતા વધારે છે, ત્યારે દ્વારકા રઘુવંશીઓએ એક પ્રેરણાત્મક પહેલ કરી છે, જે બિરદાવવા યોગ્ય છે. દ્વારકા રઘુવંશીઓ દ્વારા જલારામ મંદિરમાં માતૃશ્રી વીરબાઈમાં આદર્શ લગ્નોત્સવનો પ્રારંભ કરાવાયો છે, જ્યાં સમાજના વિવિધ યજમાનો દ્વારા આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવતા લોકોની દીકરીઓનાં લગ્ન માત્ર રૂ. 1માં કરાવવામાં આવી રહ્યાં છે. અહીં અત્યાર સુધીમાં 316થી વધુ દીકરીઓનાં લગ્ન કરાવવામાં આવ્યાં છે.
દીકરીને 18થી વધુ વસ્તુની ઘરવખરીની ભેટ
રઘુવંશી સોશિયલ ગ્રૂપ દ્વારા અહીં લગ્નના બંધને બંધાતી કન્યાને શણગારનો સામાન, ઘરવખરી, વરને કપડાં, ઘડિયાળ એમ કુલ 18થી વધુ વસ્તુની ઘરવખરી ભેટરૂપે આપવામાં આવે છે. આવી સેવાકીય પ્રવૃત્તિથી અત્યાર સુધીમાં 316થી વધુ કન્યાનાં લગ્ન કરાવી આપવામાં આવ્યાં છે. આ સેવાકીય કાર્યને સૌ કોઈ બિરદાવી રહ્યા છે.


comments powered by Disqus