પાટણના બેન્ડના સૂરોની અમેરિકામાં ભારે ડિમાન્ડ

Wednesday 31st May 2023 06:34 EDT
 
 

મહેસાણાઃ બેચરાજી મંદિરે દરવર્ષે ચૈત્રી પૂનમના મેળામાં આવતા લાખો ભક્તોમાં દર્શન ઉપરાંત 50 વર્ષથી માતાજીની સવારી દરમિયાન વાગતા બેન્ડ પ્રત્યે ખાસ્સું આકર્ષણ છે. અને આ બેન્ડ છે ‘રાજકમલ બેન્ડ’. સતત ચાર પેઢીથી યોગી પરિવાર આ બેન્ડની માલિકી ધરાવે છે અને માતાજીની સવારી સમયે બેન્ડથી હાજર સહુકોઈ ભક્તોને ડોલાવે છે. યોગી પરિવારના અશ્વિનભાઈએ આ અંગે જણાવ્યું કે, અમને હાલમાં બેન્ડ વગાડવા માટે ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, અમેરિકા અને કેનેડાથી ઓર્ડર આવે છે અને ત્યાં અમે પર્ફોર્મન્સ આપીએ છીએ. અશ્વિનભાઈ યોગીએ આ અંગે જણાવ્યું કે, અમારું બેન્ડ 100 વર્ષથી ગુજરાતમાં કાર્યરત્ છે, અમે આ વ્યવસાય સાચવનારી ચોથી પેઢી છીએ. પિતાએ 60 વર્ષ પહેલાં પાટણ અને આસપાસના વિસ્તારમાં બેન્ડ વગાડવા જતાં જ્યાં તેમણે અમારા દાદાએ આપેલું ‘ભગત બેન્ડ’નું નામ ‘રાજકમલ બેન્ડ’ આપ્યું. પિતાના અવસાન બાદ અમે ચાર ભાઈએ બેન્ડને વિશ્વવિખ્યાત કર્યું છે. 60 વર્ષ પહેલાં પણ ઉત્તર ગુજરાતમાં એકમાત્ર ‘રાજકમલ બેન્ડ’ જ હોવાથી રાજસ્થાન, પાટણ, બનાસકાંઠામાં અમારી ખૂબ ડિમાન્ડ રહેતી હતી.
યોગી પરિવારના સભ્યો પાસે હાલમાં સરકારી નોકરી હોવા છતાં વારસાને સાચવવા બેન્ડમાં વગાડવા જાય છે.


comments powered by Disqus