ભચાઉના લાકડિયા ગામનો ઘોડો રૂ. 21 લાખમાં વેચાયો

Wednesday 31st May 2023 06:33 EDT
 
 

ભુજઃ ભચાઉના લાકડિયા ગામના યુવાને પોતાનો ઘોડો રૂ. 21 લાખમાં વેચ્યો હતો. સાત પેઢીથી ઘોડાઓ સાથે સંબંધ ધરાવનારા પરિવારના પૂર્વજોને ઘોડા પાળવાનો શોખ હતો. લાકડિયાના યુવાન પાસે હાલમાં એક ઘોડી અને ત્રણ ઘોડા છે, જે પૈકી બાજ નામનો સિંધી નસલનો ઘોડો રૂ. 21 લાખમાં વેચ્યો હતો.
આ અંગે જુસબભાઈ ગગડાએ જણાવ્યું કે, પૂર્વજોને પણ ઘોડા પાળવાનો શોખ હતો. અંદાજિત સાત પેઢીથી અમારા અને ઘોડા વચ્ચેનો સંબંધ છે. નાનો હતો ત્યારથી ઘોડા સાથે રમીને જ મોટો થયો છું, એટલે ઘોડેસવારી પણ મને વારસામાં જ મળી છે. લાકડિયામાં 3 એકરની વાડીમાં ઘોડા માટેનું ફાર્મ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં સિંધી નસલના ઘોડાની માવજતથી લઈને ટ્રેનિંગ અપાય છે.
બાજ ઘોડાનો જન્મ સાડાચાર વર્ષ પહેલાં થયો હતો, જેને જન્મથી બાળકની જેમ સાચવીને ઉછેર્યો હતો. તેથી અમારો અને ઘોડા વચ્ચે ગાઢ સંબંધ બની ગયો હતો. તેને સિનુગાના અશ્વપ્રેમીને રૂ. 21 લાખમાં વેચી નાખવામાં આવ્યો હતો.


comments powered by Disqus