રાજકોટઃ ભાજપના સાંસદ મોકરિયા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. ભાજપના એક નેતા વર્ષોથી મારા કરોડો રૂપિયા દબાવીને બેઠા છે તેવી સોશિયલ મીડિયામાં તેમણે કરેલી કોમેન્ટ બાદ વિવાદનો મધપૂડો છેડાયો છે. સાંસદે તે નેતાનું નામ નથી આપ્યું પણ રાજકારણીઓ સમજી જાય તેવી ઓળખ જરૂર આપી છે.
રામ મોકરિયાએ પોસ્ટમાં લખ્યું છેે, એક જૂના રાજકારણી મારાં નાણાં પરત આપતા નથી. તે અબજોપિત છે પણ નિયત બહુ ખરાબ છે. તેમણે 1990થી વિવિધ વિભાગમાં કામ કર્યું છે અને છેલ્લે ગુજરાત બહારથી નિવૃત્ત થયા છે. આ મામલે જ્યારે સાંસદે કહ્યું કે, તેમની સાથે મારા અંગત વ્યવહાર છે પણ એક પોસ્ટ મને લાગુ પડતી હતી એટલે જવાબ આપ્યો કે મારે પણ એક નેતા પાસે પૈસા લેવાના છે અને બહુ મોટી રકમ છે. ઘણાં વર્ષોથી બાકી છે એટલે લખાઈ ગયું છે.

