હિન્દુ ધર્મમાં ગાયને માતાનું સ્થાન અપાયું છે. વૈશાખ વદ આઠમ - નોમને શનિવારે ભાભરના સિસોદરા ગામના લાલાભાઈ માળીના ઘરે ગાયે વાછડીને જન્મ આપતાં ખુશી વ્યાપી હતી. દ્વારકાધીશની માનતારૂપ હોવાથી વાછડીને ગાયના દૂધના 24 કિલો પેંડાથી તોલાઈ હતી, જેનું સંબંધીઓમાં વિતરણ કરાયું હતું. આ નિમિત્તે શ્રીરામ કથાકાર છોગારામજી બાપુ સહિત ગૌભક્તો હાજર રહ્યા હતા, અને વાછરડીનું “કૃષ્ણ પ્યારી' નામકરણ કરાયું હતું.

