રાજપીપળાઃ વિદેશમંત્રી એસ.જયશંકર નર્મદા જિલ્લાની 2 દિવસની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે એસ. જયશંકરે નર્મદા જિલ્લાનાં 4 ગામ દત્તક લીધેલાં છે, જેમાં ભાદોડ, વ્યાધર, માલ સામોટ અને આમદલા સામેલ છે, જેની જયશંકરે વ્યક્તિગત મુલાકાત લીધી હતી અને તેમના પ્રશ્નોની જાતમાહિતી લીધી હતી. એસ. જયશંકરની આ નર્મદા જિલ્લાની મુલાકાતમાં સ્થાનિક ભાજપના નેતાઓ અને અધિકારીઓ સતત ઉપસ્થિત રહ્યા હતા.

