ડેડિયાપાડાઃ નર્મદા જિલ્લાની ડેડિયાપાડા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 10 લોકોને બોગજ ગામમાં હરીફ સમર્થક પર હુમલો કરવાના કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે 6 મહિનાની કેદની સજા ફટકારી હતી. જો કે ધારાસભ્ય સહિતના તમામ આરોપીઓને ફરિયાદીને નુકસાન ન પહોંચાડવાની શરતે જામીન આપી દેવામાં આવ્યા હતા.
2021માં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે ડેડિયાપાડાના બોગજ કોલીવાડાના સરપંચ પદના ઉમેદવાર સહિત અન્યોને ચૈતર વસાવા સહિતના 10 લોકોએ તેમણે માર માર્યો હતો. ચૈતરે સતીષ વસાવાનો મોબાઇલ,ે સોનાની ચેઇનની લૂંટ ચલાવી હોવાની પણ ફરિયાદ નોંધાઇ હતી.

