ખેડાઃ યાત્રાધામ ડાકોર મંદિરમાં વીઆઇપી દર્શનનો નિર્ણય પાછો ખેંચાયો છે. ડાકોરના ઠાકોર કરોડો લોકોની આસ્થાના અખૂટ સાગરસમાન છે. ડાકોર મંદિરમાં પૈસા આપી વીઆઇપી દર્શન કરાવવામાં આવતાં હોવાના મુદ્દે ઘમાસાણ સર્જાયું હતું. ધર્મના નામે ધંધાસમાન આ પ્રથા અંગે સોશિયલ મીડિયામાં મુદ્દો ગરમાયો હતો. જો કે હવે ડાકોર ટેમ્પલ સમિતિ દ્વારા સત્તાવાર જાહેરાત કરી વીઆઇપી દર્શનનો નિર્ણય પાછો ખેંચાયો છે.

