વડોદરાઃ સ્પેનમાં તૈયાર કરાયેલું ભારતીય વાયુદળ માટેનું ખાસ ટ્રાન્સપોર્ટ પ્લેન સી-295 બહેરીનથી બુધવારે બપોરે 4:28 વાગ્યે વડોદરાના એરફોર્સ બેઝ કેમ્પના રનવે પર આવી પહોંચ્યું હતું, જેનું વોટર કેનનથી સ્વાગત કરાયું હતું. આ વિમાનનું ભારતીય વાયુદળના ગ્રૂપ કેપ્ટન પી.એસ. નેગી દ્વારા ઉડ્ડયન કરાયું હતું. સ્પેનના સેવિલે ખાતે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ કંપની દ્વારા સી- 295 પ્લેન ભારતીય વાયુદળને સુપરત કરાયું હતું.

