વારાણસીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો, તેમની સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાશીની આ મુલાકાતને સુવર્ણ અધ્યાય ગણાવી હતી. આ પ્રસંગે 1983 વર્લ્ડકપના વિજેતા ભૂતપૂર્વ ક્રિકેટરો પણ હાજર રહ્યા હતા
રૂ. 451 કરોડના ખર્ચે બન્યું સ્ટેડિયમ
પીએમ મોદીએ લગભગ રૂ. 451 કરોડના ખર્ચે બનેલા ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ સ્ટેડિયમ માત્ર વારાણસીના યુવાનો માટે જ નહીં, પરંતુ પૂર્વાંચલના યુવાનો માટે પણ વરદાન સાબિત થશે. આ સ્ટેડિયમમાં એકસાથે 30 હજારથી વધુ લોકો મેચ જોઈ શકશે. આ સ્ટેડિયમનું આર્કિટેક્ચર મહાદેવથી પ્રેરણા લઈને બનાવાયું છે, જેમાં અર્ધચંદ્રાકાર છતનું આવરણ, ત્રિશૂળ આકારની ફ્લડ લાઇટ્સ અને ઘાટ જેવી બેઠક વ્યવસ્થા છે.
સચિને પ્રધાનમંત્રીને નમો લખેલી ટીમ ઇન્ડિયાની જર્સી આપી
વારાણસીમાં ક્રિકેટ સ્ટેડિયમના શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી લેવા માટે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સહિત દેશ માટે પહેલો વર્લ્ડ કપ જીતનારી ક્રિકેટ ટીમના સભ્યો હાજર રહ્યા હતા. આ પ્રસંગે સચિન તેન્ડુલકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને NAMO લખેલી ટીમ ઇન્ડિયાની જર્સી ભેંટમાં આપી હતી. સાથે જ સચિન તેંડુલકરે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની મુલાકાત લઇ ભગવાન શિવનું વિધિવત પૂજન-અર્ચન કરીને મહાદેવને અભિષેક કર્યો હતો.

