ગુજરાતમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ

Wednesday 27th September 2023 06:23 EDT
 
 

ગાંધીનગરઃ ચાલુ વર્ષે ગુજરાતભરમાં મેઘરાજા મહેરબાન રહ્યા છે. રાજ્યભરમાં સિઝનનો કુલ 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે, ત્યારે હાલમાં જ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાંથી વરસાદની વિદાયની પુષ્ટિ કરી છે.  વરસાદના છેલ્લા રાઉન્ડની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં મેહુલિયો મહેરબાન રહ્યો છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પણ પાછોતરા વરસાદે ધડબડાટી બોલાવી છે. આ વર્ષે વરસાદે ગુજરાત પર મહેર કરતાં 102 ટકાથી વધુ વરસાદ નોંધાતાં નદીઓ અને ડેમમાં પાણીની પૂરતી આવક થઈ ચૂકી છે અને જળસપાટી ઊંચી આવી છે.


comments powered by Disqus