ચાલુ વરસાદમાં મહિલાએ યોગ કર્યાઃ પોલીસે આકરાં પગલાં લીધાં

Wednesday 27th September 2023 07:32 EDT
 
 

રાજકોટઃ શહેરમાં આવેલા વરસાદ દરમિયાન અમીન માર્ગ પર જાહેર રસ્તા પર એક યુવતીએ રીલ્સ બનાવી હતી. જેમાં તે ટ્રાફિકને અડચણરૂપ થાય એ રીતે યોગા સ્ટેપ કર્યા હતા. જોકે, આ વીડિયો વાઇરલ થતા પોલીસે યુવતી કોણ છે તેની ઓળખ મેળવી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવતી દ્વારા તેમણે કરેલી આ ભૂલ બદલ માફી પણ માગવામાં આવી છે.  પોલીસની તપાસમાં આ મહિલા એક જીમના ફિટનેસ ટ્રેનર હોવાનું જણાયું હતું. આ મહિલાએ રીલ સોશિયલ મીડિયામાં અપલોડ કરી હતી.


comments powered by Disqus