ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વર્ચ્યુલી 9 વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી હતી, જેમાં રાજસ્થાન, તામિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્વિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડ અને ગુજરાતને વંદે ભારત એક્સપ્રેસ પ્રસ્થાન કરાવતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ‘વંદે ભારત ટ્રેનની સ્પીડ દેશની નવી શક્તિને પ્રદર્શિત કરે છે.’
વડાપ્રધાને લીલીઝંડી આપ્યા પછી વંદે ભારત ટ્રેન બપોરે 1 કલાકે જામનગરથી અમદાવાદ આવવા રવાના થઈ અને સાંજે 6:10 કલાકે ટ્રેન અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પહોંચી હતી. વંદે ભારત ટ્રેન અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી ત્યારે ઢોલ-નગારાં સાથે સ્વાગત કરવામાં આવ્યું, તેમજ ટ્રેનમાં અમદાવાદ આવનારા મુસાફરોને અને પાઇલટનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

