દ્વારકાધીશના જગત મંદિરે 10 વર્ષ સુધી ધ્વજાજીનું એડવાન્સ બુકિંગ

Wednesday 27th September 2023 07:26 EDT
 
 

દ્વારકા: દ્વારકાના જગત મંદિરમાં બિરાજમાન ભગવાન દ્વારકાધીશજીનાં દર્શન અને મંદિર પર ધ્વજાજી આરોહણનું ભક્તોને મન વિશેષ મહાત્મ્ય છે. ભક્તો અહીં મંદિર પર ધજા ચઢાવવા માટે ઉત્સુક હોય છે, ત્યારે સૌની લાગણીને ધ્યાનમાં રાખીને એડવાન્સ બુકિંગ માટે ડ્રો થયો હતો અને 10 વર્ષ ધજાજી આરોહણનું બુકિંગ થઈ ગયું છે.
દેશ-વિદેશના ભક્તો આગામી 10 વર્ષમાં ધજાનું તેમની શ્રદ્ધા મુજબનું વર્ષ અને તારીખ તિથિ પ્રમાણેનું એડવાન્સ બુકિંગ કરી શકે તે હેતુથી ધ્વજાજીના બુકિંગની વ્યવસ્થા સંભાળતી ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા બુકિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.


comments powered by Disqus