પાંચ વાઈબ્રન્ટ સમિટમાં ‘કન્ટ્રી પાર્ટનર’ રહેલા કેનેડાની 2024માં બાદબાકી

Wednesday 27th September 2023 06:17 EDT
 
 

ગાંધીનગરઃ ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધો વણસી રહ્યા છે, ત્યારે ગુજરાતની 10મી વાઇબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટમાં કેનેડાની પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવાની શક્યતા પર હાલ પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. ઉદ્યોગ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલું પ્રચાર સાહિત્ય કેનેડામાં મોકલવું કે નહીં તેમજ કેનેડાના રાજદ્વારી અને ઉદ્યોગ પ્રતિનિધિઓને આમંત્રણ મોકલવું કે કેમ તેનું માર્ગદર્શન કેન્દ્ર પાસેથી મેળવાઈ રહ્યું છે.
2011 વાઇબ્રન્ટ સમિટમાં કેનેડા અને જાપાન કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાયા હતા. ત્યારપછી પ્રત્યેક વાઇબ્રન્ટ સમિટમાં કેનેડા કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાયું છે. 2013, 2015, 2017 અને 2019ની વાઇબ્રન્ટ સમિટમાં કેનેડાના રાજદ્વારીઓ તેમજ ઉદ્યોગ પ્રતિનિધિ મંડળોએ ઊમળકાભેર વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લીધો છે. ગુજરાતમાં કેનેડાનું ઇન્વેસ્ટમેન્ટ પણ આવ્યું છે. જો કે હવે 2024ની સમિટમાં કેનેડાનું સ્થાન હશે કે નહીં તે કેન્દ્ર નક્કી કરશે.


comments powered by Disqus