નવી દિલ્હીઃ પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમના 105મા એપિસોડમાં લોકોને અપીલ કરી છે કે તેઓ 1 ઓક્ટોબરે 10 વાગ્યાથી એક કલાક માટે શ્રમદાન કરે. ગાંધીજયંતીની પૂર્વ સંધ્યાએ આ બાપુને સ્વચ્છાંજલિ રહેશે. પીએમએ સાથે જ લોકોને સમય કાઢીને આ અભિયાન સાથે જોડાવાની અપીલ કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે, લોકો પોતાની ગલી, આસ-પડોશ, બગીચો, નદી, સરોવર અથવા કોઈ સાર્વજનિક સ્થળે સ્વચ્છતા અભિયાનમાં સામેલ થાય.

