જામનગર: ગણેશચતુર્થીએ જામનગરમાં બ્રહ્મ સોશિયલ ગ્રૂપ દ્વારા દરવર્ષની જેમ ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં 56 સ્પર્ધકો કુલ 30 લાડુ આરોગી ગયા હતા. પુરુષ વિભાગમાં 39 વર્ષીય રમેશ જોટંગિયાએ 14 લાડુ આરોગી પ્રથમ નંબર મેળવ્યો હતો. જ્યારે મહિલા વિભાગમાં પદ્મિનીબહેન ગજેરાએ 10 લાડુ તો બાળ વિભાગમાં મંથન ચુડાસમાએ 4 લાડુ આરોગી પ્રથમ નંબર મેળવ્યો હતો.

