રાહુલ ગાંધી બન્યા કુલી નં.1

Wednesday 27th September 2023 07:38 EDT
 
 

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે 21 સપ્ટેમ્બરે નવી દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશને પહોંચ્યા હતા. રેલવે સ્ટેશન પર રાહુલ ગાંધીએ ત્યાં હાજર કુલીઓ સાથે બેઠક કરી હતી અને તેમનો ડ્રેસ પણ પહેર્યો હતો. ત્યાં સુધી કે અન્ય કુલીનો 756 નંબરનો બિલ્લો પણ બાવડેે બાંધ્યો હતો. કુલીઓ સાથેની આ બેઠક બાદ રાહુલ ગાંધીએ માથા પર સૂટકેસનો સામાન ઊંચકીને રેલવે સ્ટેશન તરફ ગયા હતા.


comments powered by Disqus