મ્યાનમાર સરહદ પર મુક્ત અવરજવર બંધ કરવાની જાહેરાત બાદ રાજ્ય સરકાર કાંટાળી વાડ લગાવશે. સીએમ એન બારીનસિંહે કહ્યું કે બોર્ડર પર 70 કિલોમીટરની કાંટાળી વાડ લગાવાશે.
• કપોળ કો-ઓપરેટિવ બેન્કનું લાઈસન્સ રદઃ રિઝર્વ બેન્કે મુંબઈની કપોળ કો-ઓપરેટિવ બેન્કનું લાઈસન્સ રદ કર્યું છે. બેન્કની મૂડી ઓછી હોવાથી અને તેની કમાણીની આશા નહીં હોવાથી બેન્કનું લાઈસન્સ રદ કરાયું છે.
• ભાજપ-અન્નાદ્રમુકનું જોડાણ તૂટ્યુંઃ તામિલનાડુમાં અન્નાદ્રમુક પાર્ટીએ ભાજપ અને એનડીએ સાથેના રાજકીય સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. પક્ષના સંયોજક કે.પી.મનુસામીએ સત્તાવાર જાહેરાત કરી કે અન્નાદ્રમુકની બેઠકમાં સર્વસહમતીથી ઠરાવ પસાર થયો છે.
• હોમલોન પર રૂ. 60 હજાર કરોડની સબસિડી આપવા તૈયારીઃ લોકોના ઘરના સપનાને સાકાર કરવા કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં રૂ. 60 હજાર કરોડની હોમલોન સબસિડી સ્કીમ લાવશે. ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને યોજના લેવાઈ શકે.
• મધ્યપ્રદેશમાં નરેન્દ્ર તોમર, વિજયવર્ગીય ચૂંટણી લડશેઃ મધ્યપ્રદેશની ચૂંટણી માટે ભાજપ દ્વારા 39 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને કૈલાસ વિજયવર્ગીયનો પણ સમાવેશ થાય છે.
• ચંદ્રાબાબુુની 5 ઓક્ટોબર સુધી કસ્ટડીઃ આંધ્રપ્રદેશ કોશલ્ય વિકાસ નિગમ કેસમાં કોર્ટે પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુની જ્યુ. કસ્ટડીને 5 ઓક્ટોબર સુધી વધારી છે. કોર્ટે 22મી સપ્ટેમ્બરે ચંદ્રાબાબુને 2 દિવસની કસ્ટડીમાં મોકલ્યા હતા.
