અંબાજી મંદિરમાં ફોટોગ્રાફી કરવા પર પ્રતિબંધ

Wednesday 01st February 2023 05:43 EST
 
 

અંબાજીઃ યાત્રાધામ અંબાજી મંદિરમાં ફોટોગ્રાફી પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. મંદિરના વહીવટદારોએ સુરક્ષા કર્મીઓને ભક્તોના મોબાઈલનું ચેકિંગ કરીનેજ પ્રવેશવા દેવાનું આપવાનું ફરમાન કર્યું છે. ઉપરાંત મંદિરમાં ફોટોગ્રાફી કરતા ઝડપાયા તો કાર્યવાહી કરવાનો પણ આદેશ જારી કરવામાં આવ્યો છે. યાત્રાધામ અંબાજી વિશ્વનું એકમાત્ર શક્તિપીઠ કે જ્યા માતાજીના યંત્રની પૂજા થાય છે. તેમજ પૂજારીને યંત્રને આંખે દેખવાનો પણ નિષેધ છે. તેવા યાત્રાધામ અંબાજી મંદિરમાં ગેટ ન 7, 8, અને 9ના પ્રવેશદ્વારથી મોબાઈલ લઈને પ્રવેશતા યાત્રિકોને મોબાઈલનું કડક ચેકિંગ કરી મોબાઈલ વિના જ મંદિરમાં પ્રવેશ આપવાનો આદેશ મંદિર ટ્રસ્ટના વહીવટદાર દ્વારા કરવામાં આવ્યો છે. આ અંગે સુરક્ષા વિભાગને પણ જાણ કરવામાં આવી છે. તેથી મંદિર પરિસર અને મંદિરમાં ફોટોગ્રાફી કરતા ઝડપાયેલા ઈસમો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.


comments powered by Disqus