અમદાવાદ એરપોર્ટ પર રેલવે સ્ટેશન જેવાં દૃશ્યઃ 125 ફ્લાઇટ મોડી પડી

Wednesday 01st February 2023 03:53 EST
 
 

અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પર સોમવારે રાત્રે ત્રણથી સવારે 10 સુધી ધુમ્મસને કારણે રન-વે વિઝિબિલિટી રેન્જ 60ની થઈ જતાં 128 ફ્લાઇટના ટેક્ઓફ-લેન્ડિંગ ખોરવાયા હતા, તો લેન્ડ થતી અનેક ફ્લાઇટ ડાઇવર્ટ કરવી પડી હતી. એરપોર્ટ પર આવી પરિસ્થિતિનું નિર્માણ પહેલીવાર જોવા મળ્યું છે. ફલાઇટ્સને ટેકઓફ- લેન્ડિંગ માટે 800 મીટરની વિઝિબિલિટી જોઈએ પરંતુ તે ફક્ત 60 મીટર થઈ ગઈ હતી. રન-વેની આસપાસની તમામ લાઇટ ચાલુ કરવા છતાં રન-વે ક્લીયર ન દેખાતા આ સ્થિતિનું નિર્માણ થયું.
125 ફ્લાઇટ 1થી 11 કલાક સુધી મોડી પડતાં 18 હજાર પેસેન્જર અટવાયા હતા, જેથી પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો. એક પછી એક ફ્લાઇટ રદ થતાં ટર્મિનલ પર ભારે ભીડ જામી હતી અને લોકો એસ્કેલેટર, સીડી કે જ્યાં જગ્યા મળે ત્યાં બેસી ગયા હતા તો કેટલાક નીચે ઊંઘી પણ ગયા હતા. આમ એરપોર્ટ પર રેલવે સ્ટેશન જેવાં દૃશ્યો સર્જાયાં હતાં. મોડી પડેલી ફ્લાઇટોમાં ઇન્ડિગોની 29, ગો ફર્સ્ટની 9, સ્પાઇસ જેટની 6, 3 ઇન્ટરનેશનલ ફ્લાઇટનો સમાવેશ થાય છે.


comments powered by Disqus