વડોદરાઃ ભારતીય ક્રિકેટર કે.એલ. રાહુલ બાદ ઓલરાઉન્ડર અક્ષર પટેલે તેની ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે પ્રજાસત્તાક દિને તારીખ 29 જાન્યુઆરીએ વડોદરામાં પ્રભુતામાં પગલાં પાડ્યાં છે. ડાયટિશિયન મેહા સાથે એક વર્ષ સુધી સગાઈ રાખનાર અક્ષર ગુરુવારે સાંજે સાત ફેરા લઈને લગ્નના બંધને બંધાયો છે.
ન્યૂટ્રિશિયન અને ડાયટિશિયન તરીકે કામ કરતી મેહા અને અક્ષર પટેલના લગ્ન 26 જાન્યુઆરીને ગુરુવારના રોજ વડોદરામાં કબીર ફાર્મ ખાતે થયાં હતાં. આ સમારોહમાં જયદેવ ઉનડકટ, મહંમદ કૈફ સહિતના ક્રિકેટરો ઉપસ્થિત રહ્યાં હતાં. ઉનડકટે મહેંદી સેરેમનીના ફોટો પણ ઈન્સ્ટાગ્રામ પર મૂક્યાં હતાં, જેમાં મેહા અને અક્ષર પટેલ લગ્નના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહ્યાં હતાં.26 માર્ચના રોજ જન્મેલી મેહાના જીવનમાં 26નો અંક લકી હોય તેમ 26 જાન્યુઆરીએ લગ્ન કર્યા છે. બન્નેની સગાઈ 20 જાન્યુઆરી 2022ના રોજ થઈ હતી.
28 વર્ષીય અક્ષર પટેલ અને મેહા પટેલ એક્બીજાને ઘણા લાંબા સમયથી ઓળખતાં હતાં. બન્ને ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. ગત વર્ષે જ મેહા અને અક્ષર વચ્ચે સગાઈ થઈ હતી. ત્યારબાદ એકાદ વર્ષ સગાઈ પછી બન્નેના લગ્ન થયાં હતાં. મેહાનું હોમ ટાઉન નડિયાદ છે.
ગુરુવારે સાંજે અક્ષર કી બારાત લખેલા ડીજે સાથે અક્ષર પટેલ પોતાના વરઘોડામાં વિન્ટેજ કારમાં કબીર ફાર્મ પરપહોંચ્યો હતો. જેમાં તેના પરિવારના સભ્યો પણ જોડાયા હતા. ડીજેના તાલે અક્ષરના સંબંધીઓ અને મિત્રોએ ખૂબ જ ડાન્સ કર્યો હતો. ડાન્સમાં અક્ષર પણ જોડાયો હોવાના વીડિયો વાયરલ થયા હતા. મિતુલ પટેલ અને પ્રિતલ પટેલની દીકરી મેહા પટેલ ડાયટિશિયન અને ન્યૂટ્રિશિનિસ્ટ તરીકે કામ કરી લોકો સાથે ડાઈટ પ્લાન પણ શેર કરે છે.

