કડકડતી ઠંડીના કારણે આંબાના મોર બળી ગયા, કેરીનું ઉત્પાદન ઘટશે

Wednesday 01st February 2023 04:32 EST
 
 

જૂનાગઢ: કડકડતી ઠંડી અને માવઠાના પગલે જૂનાગઢ અને આસપાસના વિસ્તારના આંબાવાડિયામાં મોર બળી જતાં ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. સોરઠ પંથકમાં આંબાવાડિયાઓમાં મોરની ફૂટની પ્રક્રિયા શરૂ થઈ હતી અને લુમેઝુંબે મોર જોવા મળતા હતા.
છેલ્લા કેટલાક વાદળછાયા વાતાવરણની સાથે ભારે ઠંડી અને માવઠું થતાં કેરીના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે, જેથી કેરી ઉત્પાદકો ચિંતિત બન્યા છે. વધુ પડતી ઠંડીથી ધાણા અને કપાસના પાકમાં પણ નુકસાન થયું છે.
રવિવારે રાત્રે માવઠાથી માણાવદર શહેરની જીનિંગ મિલોના કમ્પાઉન્ડમાં રહેલો કપાસ પલળી ગયો હતો.


comments powered by Disqus