ક્લિપ વાઈરલ થતાં મહંતનો લમણે ગોળી મારી આપઘાત

Wednesday 01st February 2023 04:37 EST
 
 

જૂનાગઢઃ જૂનાગઢના ધંધુસર રોડ પર ઝાંઝરડા પાસે આવેલા ખેતલિયા દાદા મંદિર તેમજ ખડિયાના મહાકાળી ધામના મહંત રાજભારતીએ વાડીના રૂમમાં લમણે ગોળી મારી આપઘાત કરી લીધો હતો.
મહંત રાજભારતીની કથિત ઓડિયો- વીડિયો ક્લિપ અને ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં બદનામીના ડરથી તેમણે અંતિમ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. સેવકને બહાર મોકલી મહંત રાજભારતીએ રૂમનું બારણું બંધ કરી લમણે ગોળી ખાઈને આપઘાત કરી લીધો હતો.
સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ ડો.જ્યોતિર્નાથે આ અંગે જણાવ્યું કે, મહંત રાજભારતીના 15 યુવતીઓ સાથે સંબંધ હતા, જે બહાર આવતા તેમજ દારૂની પાર્ટીઓનાં રહસ્યો જાહે૨ થઇ જતાં તેમણે આપઘાત કરી લીધો છે. આ અંગે તેમણે રાજભારતીને ચેતવ્યા પણ હતા.


comments powered by Disqus